મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ નજીક ખેતરમાં મજૂરોને ચા આપવા જતા ખેડૂતના એકટીવા ને ઇકો ગાડીએ ટક્કર મારી.અકસ્માતમાં ખેડૂતનું મોત નીપજ્યું ત્યારે ઇકો ગાડી રોડની સાઈડમાં પલ્ટી મારતા ગાડીમાં સવાર લોકોને પણ ઇજાઓ થઈ હતી.
સુંદરપુર ખાતે રહેતા પટેલ ભગાભાઈ બાબુભાઇ પોતાનું GJ02DN2327 નંબર નું એકટીવા લઇ ચાગોદ વાળી સીમમાં મજૂરોને ચા પીવડાવવા માટે ગયા હતા.એ દરમિયાન GJ01HZ8735 ઇકોના ચાલકે એકટીવા ને ટકકર મારી હતી.ઘટનાની જાણ ખેડૂતના પરિવાર અને ગામમાં થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.એ દરમિયાન ઇકો ગાડી રોડની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જ્યાં એકટીવા પર સવાર ખેડૂત રોડ પર પટકતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.
ઇજા પામેલા ખેડૂત તેમજ ઇકો માં સવાર દંપતીને પણ ઇજાઈ થઈ જતી જ્યાં 108 મારફતે ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ખેડૂતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ઘટના પગલે પરિવાર માંથી નિકુંજ પટેલે લાડોલ પોલીસમાં ઇકો ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.