બેફામ ચાલકે બાળકને અડફેટે લીધો:સતલાસણાના આંકલિયારા ગામે ઘર આંગણે રમતા ત્રણ વર્ષના બાળકને ઇકો ચાલક ટક્કર મારી ફરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

સતલાસણા નજીક આવેલા આંકલિયારા ગામ ખાતે એક બેફામ ઇકો ચાલકે ઘર આંગણે રમી રહેલા એક બાળકને અડફેટે લેતાં બાળકને ઇજા પહોંચી હતી. ગાડી ચાલક ટક્કર મારી ફરાર થયો હતો અને હાલમાં બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

સતલાસણા તાલુકામાં આવેલા આંકલિયારા ગામ ખાતે એક ત્રણ વર્ષનો બાળક પોતાન ઘર આંગણે રમી રહ્યો હતો. એ દરમિયાન GJ02CP9632 નંબરની ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ રીતે હંકારી ઘર આંગણે રમી રહેલા બાળકને હડફેટે લેતાં બાળક ફંગોળાઈને નીચે પડ્યો હતો.

અકસ્માતની જાણ થતાં ઘરમાં રહેલા બાળકના માતા પિતા દોડી આવ્યા હતા અને ઇજા પામેલા બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. જ્યાં અકસ્માત સર્જી ઇકો ચાલક ફરાર થયો હતો. હાલમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ઇકો ગાડીના ડ્રાઈવર વિરૂદ્ધ બાળકના પિતાએ સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

અન્ય સમાચારો પણ છે...