બાંધકામમાં કાચા માલ અને સામગ્રીની તમામ ચીજવસ્તુઓના વધતાં ભાવોની અસર નગરપાલિકાના કામોમાં અંદાજીત રકમ કરતાં ઊંચા ભાવોના ટેન્ડર એજન્સીઓના ખડકાઇ રહ્યા છે અને એસ.ઓ.આર પ્રમાણે પણ ભાવમાં કામ પરવડતું ન હોવાની રાડ વચ્ચે એજન્સીઓના ઊંચા ભાવોમાં કામો કરવા પડતા હોઇ મોંઘવારીની અસર પાલિકાને પણ વધતા ભાવોમાં વર્તાઇ રહી છે.
અગાઉ બેસવા માટેના બાંકડા રૂ. 2100ના ભાવે મળતા તે હાલ રૂ. 2621ના ભાવે મંજૂર કરાયા છે, એટલે કે રૂ. 5 લાખની ગ્રાન્ટ મર્યાદામાં અગાઉ 238 નંગ બાંકડા શહેરમાં વિવિધ જગ્યાએ ગોઠવાયા હતા,જે હવે રૂ. 5 લાખમાં 190 નંગ બાંકડા પાલિકા ખરીદ કરી વિવિધ વિસ્તારમાં મૂકશે.
નગરપાલિકામાં ગુરુવારે સાંજે કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીસી રોડ, બ્લોક, બાંકડા, વરસાદી પાણી નિકાલની લાઇનો, મંડપ ડેકોરેશન સહિતના કુલ રૂ. 3. 99 કરોડના 12 કરોડના ખર્ચે વિકાસ કામોના એજન્સીના આવેલા ભાવોને મંજૂર કરાયા હતા.
હવે આ કામોમાં વર્કઓર્ડર આપીને કામો આરંભાશે.જેમાં તાવડીયા રોડ વરસાદી પાણીની કેનાલ બનાવવા પાલિકાના અંદાજ રૂ. 49.47 લાખના સામે બે ટકા વધુ ભાવે રૂ. 50.46 લાખમાં એજન્સી ભાવ મંજૂર કરાયા હતા.શહેરમાં જુદીજુદી જગ્યાએ બાંકડા મૂકવા પાલિકાના અંદાજ કરતાં 31.21 ટકા ઊંચા ભાવ રૂ. 6.55 લાખના ખર્ચે એજન્સીના ભાવ મંજૂર થયા હતા.
ત્રણ આંગણવાડી કેન્દ્રમાં પણ 7.99 ટકા વધુ ભાવ રૂ. 22. 55 લાખના ખર્ચે બનાવાશે.બી.કે.સિનેમા ફૂવારા સર્કલ ડેવલપ કામ પાલિકાના એસ્ટીમેટ કરતાં 8.08 ટકા વધુ રેટથી કુલ રૂ. 30.95 લાખના ખર્ચે કામ કરવા એજન્સીના ભાવ મંજૂર કરાયા હતા.
આ ઉપરાંત કાર્યક્રમોમાં મંડપ વગરે કામે વાર્ષિક ટેન્ડરમાં અપસેટ કરતાં 10.52 ટકા ઓછા ભાવે રૂ. 26.84 લાખમાં કામ મંજૂર કરાયું હતું. પરાની ઓળ અને સોસાયટીઓમાં સીસી રોડ તેમજ બ્લોક કામોમાં પણ અંદાજ કરતાં ઓછા આવેલા ભાવની એજન્સીને કામ સોપવાનો નિર્ણય સમિતિ બેઠકમાં લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા એસ.ઓ.આર પ્રમાણે ભાવોમાં પાંચેક ટકાનો વધારો આવ્યો છે ,જ્યારે બાંધકામોના ખર્ચ, રો-મટિરીયલ મોઘુ થતાં ટેન્ડરોમાં એજન્સીઓના ઊંચા ભાવો આવી રહ્યાનું પાલિકાના સૂત્રોએ કહ્યુ હતું. સિવિક સેન્ટરમાં 12 સીસી કેમેરા લાગી ગયા, હવે સમિતિમાં ભાવો મંજૂર થયા મહેસાણા પાલિકાના ટી.બી રોડ ઉપર સિવિક સેન્ટરમાં એકાદ મહિના પહેલા સી.સી ટીવી સર્વેલન્સ સિસ્ટમ લાગી ચાલુ થઇ છે.
જેમાં 3 એમ.પી બુલેટ કેમેરા, 3 એમ.પી ડોમ કેમેરા સહિત 12 જેટલા કેમેરા લાગી ગયા છે.જેમાં અંદાજે રૂ. 2. 14 લાખનો ખર્ચ થયો છે.જોકે સરકારના જેમ પોર્ટલમાંથી એલ 1 એજન્સીના આવેલા ભાવો મંજૂર કરવાની પ્રક્રિયા હોઇ આ કામ સમિતીમાં લેવાયુ હતું.
ટેન્ડરના ખુલતા ભાવમાં અભિપ્રાય સાથે સમિતિમાં રજૂ કરવા અધિકારીઓને સૂચવાયું-
કારોબારી ચેરમેન કૌશિકભાઇએ કહ્યું કે નવા જે કંઈપણ કામોના ટેન્ડર ખુલે એમાં એજન્સી ઓના ભાવ આવ્યા હોય તેમાં જે તે શાખાના ઇજનેર અને મુખ્ય અધિકારીને સ્પષ્ટ અભિપ્રાય સાથે કારોબારીમાં રજૂ કરવા માટે સૂચવાયું છે. સદસ્યો ટેકનિકલ જાણકારી ધરાવતા ન હોય અધિકારીને ઓફિસીયલી અભિપ્રાય સાથે રજૂ કરવા સૂચવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.