તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થયું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમને નાથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમોધ શસ્ત્ર
  • સાયબર ક્રાઇમને લગતા તમામ ગુનાઓના ઉકેલ માટે મહેસાણા પોલીસ કટિબદ્ધ

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના 10 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વીડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા. જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

પોલીસ સ્ટેશનમાં 1 પી.આઇ, 2 પી.એસ.આઇ સહિત 20 કર્મીઓ હશે

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડિજિટલ દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમને નાથવા માટે સાયબ ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1 પી.આઇ, 2 પી.એસ.આઇ સહિત 20 પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યાં છે

49 મોબાઇલ પરત કરવામાં સફળતા મળી

જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેર્યું હતું કે છેલ્લા છ મહિનાથી કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જિલ્લાના નાગરિકોના 5 લાખ 88 હજારની રકમ સહિત 49 મોબાઇલ પરત કરવામાં સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ્ં હતું કે મહેસાણા જિલ્લામાં "સાયબર ક્રાઇમ એવરનેસ" ટેલીગ્રામ ચેનલ શરૂ કરાઇ છે. આ ચેનલમાં 1500 થી વધુ નાગરિકો જોડાયા છે તેમ જણાવી આગામી સમયમાં 10 હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે.

25 ગુનામાંથી 8 જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા

જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામં 25 સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુનામાંથી 8 જેટલા ગુનાઓ ઉકેલી દેવામાં આવ્યા છે. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપિંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબદ્ધ છે. મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ભક્તિબા ઠાકર, નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...