ઇ-કેવાયસી ફરજિયાત:પીએમ કિસાન યોજનામાં ખેડૂતો માટે ઇ-કેવાયસી ફરજિયાત કરાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંકેજ નહીં હોય તેમને આગામી હપ્તો નહીં મળે

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ઇ-કેવાયસી ફરજિયાત કરાયું છે. યોજનાનો લાભ લેતાં ખેડૂતોના આધારકાર્ડ બેંક સાથે લીંકેજ નહીં હોય તેવા ખેડૂતોને યોજનાનો આગામી હપ્તો નહીં મળે. આ માટે ખેડૂતો 2 રીતે આધાર ઇ-કેવાયસી કરાવી શકાશે. જેમાં pmkisan.gov.in/ aadharekyc.aspx વેબ લીંક મારફતે અથવા પીએમ કિસાન એપ પરથી આધાર e-KYC પરથી ખેડૂતો જાતે આધાર લીંકેજ કરી શકશે. જ્યારે ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર પર જઇ આધાર e-KYC કરાવી શકશે. આ માટે રૂ.15નો ચાર્જ ચૂકવવાનો રહેશે તેમ તંત્રીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...