તળેટી ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચોમાસામાં તળેટી ગામ મહેસાણા-ઊંઝા હાઇવેના બે નાળા વચ્ચે ફસાયેલું રહે છે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળેટીમાં પ્રવેશતા જ રસ્તો તૂટેલી હાલતમાં, ચૂંટણીઓ આવીને ગઇ પણ રેલવેમાં કંઇ ન કરી શક્યા

મહેસાણાની પડખે સોમનાથ મહાદેવ મંદિરથી આગળ વધતાં ખખડધજ રસ્તો શરૂ થાય એટલે સમજી લેવાનું તળેટી ગામ આવ્યુ. બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પ્રવેશતા સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં પાર્લરે બેઠેલા યુવાનો અખબાર વાંચતા ચૂંટણી ચક્રાવતોની વાતો કરતાં હતા પણ ગામમાં કંઇ માહોલ નહોતો, એટલે યુવાનોને પૂછ્યું કે ગામનો કોઇ પ્રશ્ન ખરો તો એક શ્રમિક યુવાન બોલ્યો, ભાઇ અમારે રોજગારી તો મહેસાણા જઇએ એટલે રૂ. 300નો દહાડો નીકળી જાય છે. પણ ચોમાસાના ત્રણ મહિના ખૂબ મોટી સમસ્યા રહે છે.

મહેસાણા તરફનું રેલવે નાળુ અને ઊંઝા હાઇવે ફતેપુરા તરફનું રેલવે નાળુ બંને પાણીથી ભરાયેલ રહે છે. એમાં ગામ જાણે પાણી વચ્ચે ફસાયેલું રહે છે. કોઇ વાહન લઇને આવનજાવન કરી શકાતી નથી. આવામાં મહિલા પ્રસૃતિ કે દવાખાને જવામાં ખાસ્સી હાડમારી રહે છે. ચૂંટણીઓ તો આવે છે ને જાય છે પણ રેલવેમાં નેતાઓ પણ આ નાળામાંથી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા હજુ સુધી કરી શક્યા નથી.ગામના ફતેપુરા સર્કલ તરફ જતાં રેલવે નાળા પછી નવું કોરીડોર રેલવે લાઇનનું નાળુ બન્યુ છે.

અહીંયાં સાઇડમાં દશેક દિવસ પહેલા પાણી નિકાલ માટે કેનાલ બનાવી છે. ત્યાં ફતેપુરા સર્કલના પાર્લરે બેઠેલા યુવાને કહ્યું કે આ કેનાલ તો ખૂબ રજૂઆતો પછી રેલવેવાળાએ બનાવી પણ છ ફૂટ ઉડાણમાં બનાવી નથી એટલે ચોમાસામાં મુશ્કેલીઓ દૂર થાય તેમ લાગતુ નથી. તળાવ અને ખેતરસીમના પાણી ચોમાસામાં આ ફતેપુરા નાળામાં ભરાઇ રહે છે.

રેલવે વિભાગમાં રજૂઆત કરીએ તો કહે છે આ તો પાણી નિકાલનું નાળુ છે. વાહનો માટે નહી તો પછી ગામની જમીન સંપાદનમાં લઇને નાળુ બનાવેલુ તો રસ્તો ક્યા આપ્યો તેવુ પૂછીએ તો જવાબ જ આપતા નથી. વર્ષોથી લડી રહ્યા છીએ પણ નાળાના વિકલ્પે રસ્તો મળ્યો નથી કે પાણી અનુસંધાન-પેજ-2-પર..

અન્ય સમાચારો પણ છે...