અફરાતફરી:ખેરાલુમાં ગણેશ મહોત્સવ દરમિયાન લોકો બેઠા હતા'ને એકાએક 8 ફૂટ લાંબો અજગર આવી ચડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે 1 થી 2 વાગ્યા દરમિયાન અજગર જોવા મળતા લોકો ચોકી ઉઠ્યા

મહેસાણા જિલ્લામાં હાલમાં ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેરાલુ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન લોકો જાગી રહ્યા હતા ત્યારે અચાનક 8 ફૂટ લાંબો અજગર આવી ચડતા લોકોમાં પણ ક્યાંકને ક્યાંક ભાગદોડ મચી જવા પામી હતી.

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ ખાતે જંગલ વિસ્તાર હોવાથી અવારનવાર અજગર આવી ચડતા હોય છે. ત્યારે ખેરાલુમાં હાલમાં ગણેશ મહોત્સવ દરમિયાન મહાકાળી સોસાયટીમાં રાત્રે એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન જાગરણ હોવાથી લોકો ખુરશીઓ ઢાળીને બેઠા હતા. એ દરમિયાન સોસાયટીમાં રહેતા પ્રવીણ ભાઈ સથવારાના મકાનના વરંડામાં એક 8 ફૂટ લાંબો અજગર એકાએક આવી જતા લોકોમાં ભગદોડ મચી જવા પામી હતી.

ત્યારબાદ ખેરાલુમાં ઝેરી સાપ પકડનાર મહેમુદ ખાન સિંધી અને મોહસીન ખાન સિંધીને સ્થાનિકોએ જાણ કરતા તેઓ અજગરને પકડવા દોડી આવ્યા હતા. જ્યા 20 મિનિટમાં અજગરને રેસ્ક્યુ કરી મોહસીન ખાન રાત્રી હોવાથી અજગરને પોતાન મકાનમાં લઇ ગયા હતા ને સવાર પડતાજ ફોરેસ્ટ વિભાગમાં અજગરને જમા કરાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...