તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને લઇ પ્રાથમિક શાળાઓ બાળકો માટે હજુ બંધ છે અને ઓનલાઇન, હોમ લર્નિગ શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન અભ્યાસક્રમના વિવિધ ચેપ્ટરનું ડિઝિટલ સાહિત્ય કેવી રીતે તૈયાર કરી શકાય તેની અલગ અલગ રીતભાત શિક્ષકોને શિખવતા ડિઝિટલ લેશનના પાઠ મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે તાલીમ નિદર્શન રૂપે ભણાવાયા હતા. શિક્ષણ પદ્ધતિના બદલાતા પ્રવાહોના આ નવતર પ્રયોગની તજજ્ઞ મારફતે ઉપસ્થિત 20 શિક્ષકોને તાલીમ અપાઇ હતી, જ્યારે ઘણા શિક્ષકોએ યુ ટ્યૂબના માધ્યમથી ઓનલાઇન બે દિવસ તાલીમ મેળવી હતી.
ધો. 3 થી 8માં વિષયના ચેપ્ટર અનુરૂપ શોર્ટ ફિલ્મ શૂટિંગ, ઇન્ટરવ્યૂ વગેરે અલગ અલગ ડિઝિટલ ફોર્મેટમાં લેખનશૈલી (સ્ક્રિપ્ટ રાઇટિંગ) કેવી રીતે બનાવવી તે અંગે ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજીમાંથી તજજ્ઞ અશોકભાઇ શેટે દ્વારા શિક્ષકોને તાલીમ અપાઇ હતી. ડિઝિટલ ફોર્મેટમાં જે-તે વિષયના ચેપ્ટર લખવાની પદ્ધતિઓ અને બાળકોને રસ પડે અને સમજી શકે તેવી રીતભાતનો ઉપયોગ કરી સ્ક્રિપ્ટ રાઇટિંગની તાલીમ અપાઇ હતી. આ નવતર પ્રયોગની લેક્ચરર દિપ્તીબેન ત્રિવેદીએ ભવન સંકુલમાં વ્યવસ્થા કરી હતી. જિ. પ્રા. શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસે કહ્યું કે, શિક્ષકો યુટ્યૂબના માધ્યમથી આ તાલીમમાં જોડાયા હતા
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.