કાર્યવાહી:કડીના લૂંટના ગુનામાં 13 વર્ષથી ફરાર ડફેર ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ ફર્લો સ્કવોડે પાલાવાસણા ચોકડી પાસેથી પકડ્યો

કડીના લૂંટના ગુનામાં 13 વર્ષથી નાસતા ફરતાં સાંતલપુર તાલુકાના રાણીસર ગામના ડફેર શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પાલાવાસણા ચોકડી પાસેથી ઝડપીને તાલુકા પોલીસને સોંપ્યો હતો.એલસીબીના પીઆઈ એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પીએસઆઈ એસ.ડી.રાતડા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ભાનુભાઈ અને જોરાજીને મળેલી બાતમીના આધારે પાલાવાસણા ચોકડી ઉપર બેચરાજી પીકઅપ સ્ટેન્ડ પાસેથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાણીસર ગામના ઠારૂ કાળા સિંધી(ડફેર)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ અંગે તપાસ કરતાં કડી પોલીસ સ્ટેશનના વર્ષ 2008ના લૂંટના ગુનામાં નાસતો ફરતો હોવાથી પેરોલ ફર્લો સ્કવોડે આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...