ધરપકડ:કડીના મેઢા ગામે ગેરકાયદે બંદૂક સાથે ડફેર ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા એસઓજીએ વિરમગામ તાલુકાના ભોજવાના શખ્સને પકડ્યો

કડી તાલુકાના મેઢા ગામની સીમમાંથી ગેરકાયદે બંદૂક સાથે વિરમગામના ભોજવા ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. એસઓજી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.યુ.રોઝ તેમજ સ્ટાફના માણસો બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે મેઢા ચોકડીથી થોળ તરફ જતા રોડની બાજુમાં ખરાબાની ઝાડીઓમાંથી એક શખ્સને પાસ પરમીટ વગરની રૂ.2 હજારની એકનાળી બંદૂક સાથે વિરમગામ તાલુકાના ભોજવા ગામના સિંધી (ડફેર) રમઝાન ગુલાબભાઈને ઝડપી લીધો હતો. જેની ગેરકાયદે બંદૂક રાખવા બદલ ધરપકડ કરી, બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...