જાહેરનામું:મહેસાણા શહેરમાં ટ્રાફિકજામ તેમજ પ્રદુષણને લઈ મોટા લોડિંગ વાહનોને 7 ડિસેમ્બર સુધી ડાયવર્જન અપાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટ્રક, ટર્બો, ડમ્પર, ટ્રેલર સહિતના મોટા વાહનોને શહેરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ
  • વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે હવાનું પ્રદુષણથી આરોગ્યને નુકસાન થતા લેવાયા પગલાં

મહેસાણા જિલ્લામાં ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમજ મોટા વાહનો શહેરી વિસ્તારમાંથી પસાર થવાના કારણે વાહનોના ઘોંઘાટથી અવાજનું પ્રદુષણ તથા વાહનોમાંથી નીકળતા ધુમાડાથી હવાનું પ્રદુષણ થાય છે. જેથી શેહરીજનોના આરોગ્યને નુકસાન પહોંચી રહ્યો છે. જેથી મહેસાણા શહેરમાં પસાર થતા મોટા લોડિંગ વાહનોને 7 ડિસેમ્બર સુધી ડાયવર્જન આપવામાં આવ્યું છે. ટ્રક, ટર્બો, ડમ્પર જેવા મોટા વાહનોને શહેરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મહેસાણા શહેરનો દિન-પ્રતિદિન વિકાસ થઇ રહ્યો છે. જોકે, શહેરની અંદરનો વિસ્તાર જુની બાંધણીનો છે. જેથી વાહન પાર્કિંગની જગ્યાઓનો અભાવ છે. દિન પ્રતિદિન ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને એલ.એમ.વી વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં વિવિધ શાળા-કોલેજો, મોટી હોસ્પિટલો, સરકારી કચેરીઓ, માર્કેટયાર્ડ, મોલ શોપિંગ સેન્ટર અને બજારો આવેલા છે. જેના કારણે શહેરી વિસ્તારમાં લોકોની મોટી સંખ્યામાં અવર-જવર તથા ભીડ રહેતી હોય છે. તેમજ મોટા વાહનો શહેરી વિસ્તારમાંથી પસાર થવાના કારણે વાહનોના ઘોંઘાટથી અવાજનું પ્રદુષણ તથા વાહનોમાંથી નીકળતા ધુમાડાથી હવાનું પ્રદુષણ થાય છે. જેથી શેહરીજનોના આરોગ્યને નુકસાન પહોંચી રહ્યો છે.

શહેરી વિસ્તારમાંથી પસાર થતા હાઇવેની બંન્ને સાઇડે કોર્મશિયલ બિલ્ડીંગો તથા નજીકમાં રહેણાંક સોસાયટીઓ આવેલી છે. જેના કારણે શહેરની ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાના આરોગ્યને થાય છે જે ધ્યાને લેતાં ટ્રાફિકની સરળતા માટે તેમજ પ્રજાના આરોગ્યને લક્ષમાં લઇને વ્યવસ્થા માટે આજે બુધવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મહેસાણા શહેરમાં પસાર થતા ભારે વાહનો જેવા કે, ટ્રક, ટ્રર્બો, ડમ્પર, ટ્રેલર વગેરે પસાર ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ આર વાળા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

આ હુકમ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, મહેસાણામાં ખેત પેદાશો લઇ, અનાજ શાકભાજી અને ફળ-ફળાદી માર્કેટમાં વેચાણ અર્થે આવતા ખેડૂતોના ભારે વાહનો તેમજ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણાના વ્યપારીઓ તરફથી ખરીદાયેલા ખેતપેદાશો, અનાજ, શાકભાજી અને ફળ ફળાદી માલના નિકાસ સારૂ શહેરની બહાર જતા ભારે વાહનો, સરકારી એસ.ટી બસ, લશ્કરના વાહનો, એમ્બ્યુલન્સ, ફા ર ફાઇટર, સ્કૂલ બસ વાહનો (તેમના રજિસ્ટ્રેશન વાહનોની યાદી પોલીસ અધિક્ષક ને સોંપવાની રહેશે) તેમજ આ આદેશ સરકારી વાહનો તથા દુધ સાગર ડેરીના ટેન્કરોને લાગું પડશે નહિ, તેમજ જિલ્લા મેજી્સ્ટ્રેટ-અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ખાસ લેખિત હુકમ દ્વારા મંજૂરી આપે તેવા ભારે વાહનોને આ હુકમ લાગુ પડશે નહિ, આ ઉપરાંત અધિકૃત રીતે પત્ર દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રાઇવેટી લી કંપની,એજન્સીના ભારે વાહનોને શહેરમાં પ્રવેશવાની જાહેરનામામાથી મુક્તિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...