નેચરલ પાર્કમાં પર્યટકોનો ધસારો:કાળઝાળ ગરમીના કારણે વિજાપુર નજીક તિરૂપતિ ઋષિવન ખાતે ભીડ ઉમટી, લોકોએ વનરાઈની પ્રાકૃતિક ઠંડકનો અહેસાસ માણ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • વિજાપુર નજીક 300 હેક્ટર જમીન પર બનેલા નેચરલ પાર્કમાં ભીડ ઉમટી
  • તિરૂપતિ ઋષિવન ખાતે 10 લાખ વૃક્ષો થકી મેન મેડ ફોરેસ્ટ પર્યટકો માટે આશિર્વાદરૂપ

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી એકધારી 41 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે. જેને લઇ લોકો ભારે પરેશાન બન્યા છે. તો લગ્નની સિઝન શરૂ થઈ હોવા છતાં બજારોમાં ભીડ ન જોવા મળતા વેપારીઓ પણ પરેશાન બન્યા છે. તો બીજી બાજુ કાળઝાળ ગરમીથી બચવા અને થોડો સમય પ્રકૃતિ સાથે સમય પસાર કરવા લોકો વિવિધ સ્થળે જતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા તિરૂપતિ ઋષિવન નેચરલ પાર્ક ખાતે કાળઝાળ ગરમીથી દૂર રહી રાહત અને મનોરંજન મેળવવા પર્યટકોનો ઘસારો વધ્યો છે.

ઉનાળાના આકરા તડકાને લઈ રસ્તાઓ બજારો સુમસાન જોવા મળતા હોય છે. જો કે આજે મહેસાણા જિલ્લામાં અન્ય જિલ્લાની સાપેક્ષ વૃક્ષોની સંખ્યા જળવાઈ રહી હોય આજે 2 ડિગ્રી તાપમાન અન્ય જિલ્લા કરતા ઓછું જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં વૃક્ષનું મહત્વ વધ્યું છે. હાલમાં જે પ્રકારે ગરમી વધી રહી છે, ત્યારે ગરમીથી રાહત અને મનોરંજન મેળવવા પર્યટકોનો પ્રાકૃતિક જગ્યાઓ પર ઘસારો વધ્યો છે. તેવામાં મહેસાણા નજીક આવેલા ઋષિવન નેચરલ પાર્ક ખાતે 300 હેક્ટર જમીનમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા 10 લાખ જેટલા વૃક્ષો ઉછેરી તૈયાર કરાયેલા માનવસર્જિત જંગલમાં દૂર દૂરથી આવતા પર્યટકો વિવિધ રાઈડ્સમાં મનોરંજન સાથે લીલુડી વનરાઈની પ્રાકૃતિક ઠંડકનો અહેસાસ માણી રહ્યા છે.

અહીં દર વર્ષે 5 લાખ જેટલા પર્યટકો આ પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા છે. બીજી તરફ ઘટાદાર વૃક્ષોથી ભરેલા જંગલમાં વન્ય પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાયેલ હોઈ અહીં લુપ્ત થતી પશુ પંખીની જાતિઓ પણ આજે જીવંત બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...