તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની ઘટ:ઉપર વાસમાં વરસાદના થતા ધરોઈમાં હજુ પાણીની આવકના થઇ જિલ્લામાં કુલ 42 ટકા જ વરસાદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાક માં ઝરમર વરસાદ

મહેસાણા જિલ્લા માં છેલ્લા ચોવીસ કલાક માં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો, જોકે ઉપરવાસમાં વરસાદ ન વરસતા ધરોઈ ડેમમાં હજુ પાણીની આવક નહિવત નોંધાઇ છે, જોકે મહેસાણા માં માત્ર 42 ટકા વરસાદ નોંધાયો છે.

મહેસાણા જિલ્લા માં છેલ્લા બે દિવસ થી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં જિલ્લા ભરમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે હાલમાં મહેસાણા સહિતના તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યય છે, ત્યારે ચોવીસ કલાકમાં મહેસાણામાં 2 મીમી, બેચરાજી 13 મીમી, જોતાણા 15 મીમી, કડી 16 મીમી , ખેરાલુમાં 5 મીમી, સતલાસણામાં 36 મીમી, વડનગરમાં 10 મીમી, વિજાપુરમાં 29 મીમી, વિસનગરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

જોકે સૌથી વધુ વરસાદ સતલાસણામાં પડ્યો હતો. જેમાં ધરોઈ ડેમમાં ઉપરવાસમાં હજુ ભારે વરસાદ ન થતા પાણીની આવક નહિવત થઈ છે, જોકે હાલમાં ધરોઈ ડેમ ની સપાટી 599.01 ફૂટ છે. જોકે હાલમાં સિંચાઈ માટે પાણીમાં કાપ મુકીદેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...