• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Due To The Operation Of The Railway Line In Sapawada Village Of Becharaji, The Movement Of Small Vehicles Was Stopped, Students Were Forced To Walk 3 Km To School.

સમસ્યા:બેચરાજીના સાપાવાડા ગામે રેલ લાઇનના કામકાજના કારણે નાના વાહનોની અવરજવર બંધ, વિદ્યાર્થીઓ ત્રણ કિ.મી ચાલી સ્કૂલે જવા મજબૂર

મહેસાણા19 દિવસ પહેલા
  • માટી ખેંચતા વાહનોના કારણે ધૂળમાં કાચા રોડ ખોરવાયા, છાત્રો અને ગ્રામજનોને આવન જાવનમાં મુશ્કેલી

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામની પ્રાથમિક શાળામાં આવેલા પરા વિસ્તારમાંથી 3 કિલોમીટરનું અંતર કાપીને અભ્યાસ અર્થે જતા કેટલાક છાત્રો અને ખેતરમાં કામ અર્થે જતા ખેડૂતો અને શ્રમજીવીઓના આરોગ્ય સામે ખતરો પેદા થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાપાવાડા ગામે રેલ લાઇનના કામકાજના કારણે નાના વાહનોની અવરજવર બંધ થતાં વિદ્યાર્થીઓ ત્રણ કિ.મી ચાલી સ્કૂલે જવા મજબૂર થયા છે.

સાપાવાડા ગામથી વેણપુરા ગામ તરફ જતો 4 કિલોમીટરનો માર્ગ સાપાવાડા ગ્રામજનો માટે અતિમહ્ત્વનો છે કાચો માર્ગ છે. પણ ગામની મોટા ભાગની જમીનો આ માર્ગ પર આવેલી હોવાથી આ માર્ગ લોકોની અવરજવર થી ધમધમતો રહે છે. આ માર્ગ પર 3 કિલોમીટરના અંતરે પરા વિસ્તાર આવેલા છે જ્યાં 20 જેટલા મકાનો આવેલા છે પરાવિસ્તારમાં શાળાની સુવિધા અવેલીના હોવાના કરાણે ત્યાંના બાળકો સાપાવાડા ગામની શાળામાં અભ્યાસ માટે જાય છે.

છેલ્લા કેટલાક સમયથી બહુચરાજી વેણપુરા ચાણસ્મા રેલવે લાઇનનું કામ શરૂ થતાં આ કાચા માર્ગ પરથી રેતીના ઓવર લોડ ડમ્પર રાત દિવસ ચાલુ રહેતા આ માર્ગ ધૂળિયા માર્ગમાં ફેરવાયો છે. ધૂળની રજકણોનો શાળાએ જતા છાત્રો અને ખેતરે જતા શ્રમજીવીઓ ભોગ બન્યા છે. ધૂળિયા માર્ગ પર પાણીનો છટકાવ કરવા માટે ગ્રામજનો અને શાળા તરફથી માટી કામ કરતી એજન્સી અને રેલ વિભાગ સમક્ષ ધ્યાન દોરી રજૂઆત કરાઈ છે.

સ્થાનિક કલ્પેશજીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી રેલનું કામ ચાલુ છે રોડ પર રેતી ઉડી રહી છે. કામ કરતા લોકો પાણીનો છટકાવ કરતા નથી ઢીંચણ જેટલા માટીના થર થઈ ગયા છે. શાળાએ જતા બાળકો માટીમાં ચાલીને જવા મજબૂર બન્યા છે. ગામમાં દૂધ ભરાવવા કે અન્ય કામો માટે ચાલતા જવામાં મુશ્કેલી પડી રહી છે કામના કારણે શાળાની ગાડી એક માસથી બંધ છે જેથી વિદ્યાર્થીઓને ચાલીને અવજાવ કરવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...