2થી 3 ડિગ્રી ઠંડી વધશે:ઉત્તરના ઠંડા પવનને લઇ 2 દિવસમાં ઠંડી 3 ડિગ્રી વધી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ 3 દિવસમાં 2થી 3 ડિગ્રી ઠંડી વધશે

ઉત્તર ગુજરાતમાં ઉત્તરના ઠંડા પવન ફૂંકાતાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટ્યું છે. તાપમાનમાં આવેલા ઘટાડા સાથે ઠંડીનો ચમકારો ફરી એકવાર વધી રહ્યો છે. સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં રાત્રીનું તાપમાન ઘટ્યું હતું. પોણા 2 ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મુખ્ય 5 પૈકી 4 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. 18.8 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 21.2 ડિગ્રી સાથે હિંમતનગરમાં સૌથી ઓછી ઠંડી રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધી શકે છે. એટલે કે, 5 શહેરોમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

5 શહેરોમાં ઠંડીની સ્થિતિ

શહેરઠંડી
મહેસાણા19.4(-0.6)
પાટણ18.8(-0.9)
ડીસા19.4(-1.1)
હિંમતનગર21.2(-1.3)
મોડાસા19.6(-1.7)
અન્ય સમાચારો પણ છે...