સરવૈયું:વરસાદના 6 દિવસના વિરામના કારણે બ.કાં.માં 43% અને પાટણમાં 36% વરસાદની ઘટ, મહેસાણામાં 22% વધુ પડ્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉત્તર ગુજરાતથી લગભગ 180 કિલોમીટર ચોમાસું સ્થિર થયું, તા.15-16એ વરસાદની આગાહી
  • છેલ્લા 10 વર્ષમાં જૂનના પ્રથમ 12 દિવસમાં સાૈથી ઓછા ગરમ રહ્યા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વરસાદની ઘટ વર્તાવાનું શરૂ થયું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 43% અને પાટણ જિલ્લામાં 36% વરસાદની ઘટ વર્તાઇ છે. સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ગરમી સાથે માથુ ફાડતા ઉકળાટનો કહેર યથાવત રહ્યો છે. બીજી બાજુ નૈઋત્યનું ચોમાસુ ઉત્તર ગુજરાતની હદથી લગભગ 180 કિલોમીટર દૂર ભરૂચ જિલ્લામાં સ્થિર થયું છે. વેધર અેક્સપર્ટના મત્તે ઉત્તર ગુજરાત સુધી ચોમાસાને ધકેલવા હાલ કોઇ સિસ્ટમ ન હોઇ હજુ ચોમાસાના ખરા વરસાદ માટે રાહ જોવી પડશે.

અાગામી 4 દિવસ અા પ્રમાણે વાતાવરણ રહેવાની શક્યતા
13 જૂન :હળવું વાદળછાયું, વરસાદની શક્યતા અોછી.
14 જૂન :50% વાદળછાયું, છુટાછવાયા વિસ્તારમાં ઝાપટાંની શક્યતા.
15 જૂન :બ.કાં. અને સા.કાં.માં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે મહેસાણા અને અરવલ્લીમાં ઝાપટાંની શક્યતા.
16 જૂન :સા.કાં. અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે મહેસાણા, પાટણ અને બ.કાં.માં ઝાપટાંની શક્યતા.

ઉ.ગુ.માં છેલ્લા 10 વર્ષમાં જૂનમાં સાૈથી અોછી ગરમી નોંધાઇ
જૂનમાં સાૈથી વધુ ગરમી પ્રથમ 12 દિવસમાં જ નોંધાતી હોય છે. ચાલુ સાલે છેલ્લા 10 વર્ષમાં સાૈથી અોછી ગરમીનો રેકોર્ડ બન્યો છે. અા 12 દિવસમાં 9 જૂને સાૈથી વધુ 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અેટલે કે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું છે. વર્ષ 2011 થી 2020 સુધીના 10 વર્ષમાં સાૈથી વધુ તાપમાન 40.8 થી 46.5 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. વર્ષ 1991 ની 3 જૂનનું 47.4 ડિગ્રી જૂનની ગરમીનો રેકોર્ડ છે.

ઉ.ગુ.ના 5 જિલ્લામાં અત્યાર સુધીના વરસાદની સ્થિતિ....

જિલ્લોજરૂરિયાતવરસ્યોટકાવારી
મહેસાણા13.516.50.22
પાટણ8.75.6-36%
બનાસકાંઠા10.15.8-43%
સાબરકાંઠા13.118.20.39
અરવલ્લી12.6150.19
સરેરાશ11.612.20.05

(વરસાદની સ્થિતિ મીમીમાં છે)

અન્ય સમાચારો પણ છે...