દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘીનો કબજો મેળવવા માટે ટેન્કર માલિકે કરેલી અરજીને સ્પે. એસીબી કોર્ટે ફગાવી દીધી છે. ભેળસેળવાળુ ટેન્કર કબજે કરી ડેરીના મેનેજમેન્ટે ટેન્કર માલિકને પેનલ્ટી નુકસાની વળતર પેટે ભરાવેલી રકમથી ટેન્કર માલિક ઘીના જથ્થાના માલિક બની શકે નહીં તેવી સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ટેન્કર માલિકની અરજી નામંજૂર કરી હતી.
બજરંગ ટ્રાન્સપોર્ટના માલિક અમરત ચૌધરીએ સ્પે. એસીબી કોર્ટમાં અરજી કરી ટેન્કરનું ઘી સોંપવા માંગણી કરી હતી. સ્પે. સરકારી વકીલ વિજયભાઈ બારોટે દાખલ થઈ તપાસ કરનાર પોલીસનો અભિપ્રાય માંગી ડેરીને પક્ષકાર તરીકે જોડી હતી.સ્પે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, ઘીના ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટમાં શરતો હતી તે મુજબ ઘીમાં ભેળસેળ માલૂમ પડે, ટેન્કરનુ સીલ તૂટેલું હોય અથવા ઘીની ઘનતામાં ફેરફાર જણાય તો ડેરી કોન્ટ્રાક્ટર પાસેથી નુકસાની વળતર અથવા પેનલ્ટી વસૂલ કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.