તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશમાં પણ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હરિયાણામાં એક લાખ અને હિચાચલ પ્રદેશમાં 50 હજાર લિટર દૂધ પ્રોસેસિંગ કરાશે
  • પ્લાન્ટની જગ્યા ભાડે લઇ 6 મહિનામાં દૂધ પ્રોસેસિંગ સાથે વિતરણ શરૂ કરાશે : ચેરમેન

અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીને હિમાચલ પ્રદેશમાં દૂધ એકત્રીકરણ અને પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી અપાતાં ડેરીના સત્તાધિશોએ આગામી છ મહિનામાં દૂધ પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં કવાયત શરૂ કરી દીધી છે. ભાડેથી પ્લાન્ટ મેળવીને હરિયાણામાં અંદાજે એક લાખ લિટર દૂધ અને હિમાચલ પ્રદેશમાં 50 હજાર લિટર દૂધ પ્રોસેસિંગ કરી અમૂલ બ્રાન્ડ હેઠળ વિતરણ શરૂ કરાશે. આ બંને રાજ્યોમાં પ્લાન્ટ ભાડેથી જગ્યા લઇને છ મહિનામાં શરૂ કરી ત્યાં દૂધ એકત્રીકરણ કરવાનું આયોજન છે.

દૂધસાગર ડેરી તેમજ ડેરી હસ્તકના માનેસર અને ધારૂહેડા બાદ હવે હિમાચલ પ્રદેશમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરશે. તાજેતરમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ બંને રાજ્યોમાં પ્લાન્ટ શરૂ કરવા દૂધસાગર ડેરીને મંજૂરી આપી દેવાઇ છે. જેને પગલે હવે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ગાય, ભેંસનું દૂધ એકત્ર કરી વિવિધ બ્રાન્ડનું ઉત્પાદન આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અમૂલ ફેડરેશને મંજૂરી આપી છે. હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ભાડેથી જગ્યા લઈ ત્યાં આગામી છ મહિનામાં પ્લાન્ટ શરૂ કરાશે. હરિયાણામાં એક લાખ લિટર દૂધ અને હિચાચલ પ્રદેશમાં 50 હજાર લિટર દૂધ પ્રોસેસિંગ કરી વિતરણનું આયોજન છે. અમૂલ દૂધ, છાસ, દહીંના પાઉચ તૈયાર કરી વિતરણ વ્યવસ્થા કરાશે. જ્યાં દૂધ કલેકશન પણ શરૂ કરાશે અને દૂધ પ્રોસેસિંગ કરી પાઉચ તૈયાર કરી વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...