લમ્પી સામે રક્ષણ:મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુઓમાં રસીકરણનો પ્રારંભ કર્યો, 13 હજાર ડોઝ આપવામાં આવ્યા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણા જિલ્લાના સતલાસણા,વડનગર,ખેરાલુમાં રસીકરણ ચાલુ

ગુજરાતમાં હાલમાં પશુઓમાં લમ્પી રોગચાળો જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાને અડીને આવેલા પાટણ અને બનાસકાંઠામાં પણ પશુઓમાં લમ્પી રોગચાળો જોવા મળી રહ્યો છે. બંને જિલ્લાની સીમાઓ મહેસાણા જિલ્લાની અડી ને આવેલ હોવા છતાં લમ્પીનો રોગ મહેસાણા જિલ્લામાં ન પ્રવેશે તે માટે પશુપાલન વિભાગ સહિત દૂધસાગર ડેરી દ્વારા સઘન પ્રયત્નો કરાઈ રહ્યા છે.હાલમાં દૂધસાગર ડેરી દ્વારા લમ્પી રસીકરણનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે અને 13 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.

50 હજાર ડોઝમાંથી 13 હજાર ડોઝ અપાયા
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા લમ્પી વાઈરસ રસીકરણનો પ્રારંભ કરાયો છે જેમાં 50 હજાર ડોઝમાંથી અત્યાર સુધીમાં 13 હજાર ડોઝ અપાઈ ચુક્યા છે. જેમાં ખેરાલુ સતલાસણા,અને વડનગરમાં રસીકરણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

1 સપ્તાહમાં 9 કોલ મળ્યા તમામ કોલ શંકાસ્પદ
મહેસાણા જિલ્લા પશુપાલન કચેરીમાંથી મળતી માહિતી પ્રમાણે એક સપ્તાહમાં એનિમલ હેલ્પલાઇન 1962ને 6 જ્યારે પશુપાલન વિભાગને ત્રણ જેટલા કોલ મળ્યા હતા. તમામ કેસ લમ્પી સિવાયના રોગના હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું, જેને લઇ પશુપાલકોમાં રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...