તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધનું વેચાણ:દિલ્હી બજારમાં દૂધ વેચાણમાં દૂધસાગર ડેરીને સરખો હિસ્સો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિલ્હીમાં આજે 10 લાખ લિટર દૂધનું વેચાણ
  • દૂધ વેચાણમાં ત્રણેય ડેરીને પહેલીવાર વેચાણમાં સરખો હિસ્સો પ્રાપ્ત થયો છે, અત્યાર સુધી મોટો હિસ્સો બનાસ ડેરીને મળતો

દિલ્હીના બજારમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દૈનિક 33 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. જેમાં ગત વર્ષે મહેસાણા દૂધસાગર ડેરીના દૂધનો હિસ્સો સરેરાશ 8 થી 9 લાખ લિટર દૂધ વેચાણનો રહ્યો હતો. જયારે આજે દૂધસાગર ડેરીએ નવો રેકોર્ડ સ્થાપિત કરતાં દિલ્હીમાં 10 લાખ લિટરથી વધુ દૂધ વેચાણ કર્યંુ હોવાનું દૂધસાગર ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

દિલ્હીના બજારમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૈનિક 33 લાખ લિટર દૂધ વેચાણ પૈકી 10 લાખ લિટર કરતાં વધુ દૂધ એક માત્ર મહેસાણા ડેરી નું છે. હાલ દિલ્હીના બજારમાં મહેસાણા,બનાસકાંઠા અને સાબરકાંઠા દૂધ સંઘ કરે છે,જ્યાં દૂધ વેચાણમાં ત્રણેય ડેરીને પહેલીવાર વેચાણમાં સરખો હિસ્સો પ્રાપ્ત થયો છે. અત્યાર સુધી મોટો હિસ્સો બનાસને મળતો હતો. હવે ફેડરેશન દ્વારા દૂધસાગરને પણ સરખો હિસ્સો અપાયો હોવાનું દૂધસાગર ડેરીના સૂત્રોએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...