તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔષધી વિતરણ:દૂધસાગર ડેરી દ્વારા 1400 ગામડાઓની દૂધ મંડળીઓ પર 6 લાખ લોકોને ઉકાળા વિતરણ કર્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયુ

મહેસાણા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારોમાં કરતા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેને લઈને કોરોના સંક્રમણ રોકવા તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. એવામાં મહેસાણા જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરી દ્વારા અને મહેસાણા જિલ્લા પંચાયતના આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે 1400 ગામડાઓની દૂધ મંડળીઓ પર 6 લાખ લોકોને ઉકાળાનું વિતરણ કરવમાં આવ્યું હતું.

સરાહનીય ભૂમિકા અત્યારે દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવી રહી છે

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધસાગર ડેરી ઉત્તર ગુજરાતના હજારો ગામડાંને સન્માન પૂર્વકનો રોજગાર તથા સ્ત્રી સશક્તિકરણ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. એવામાં એક સહકારી સંસ્થા પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ હોય તેની સાથે જ્યારે વર્તમાન સદીમાં આવી પડેલી સૌથી મોટી અને અકલ્પનીય કોરોના મહામારીની આ મુસીબત સમયે પોતાના વિસ્તારના નાગરિકો સાથે અડીખમ ઉભી રહે તેવી સરાહનીય ભૂમિકા અત્યારે દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવી રહી છે

લોકોએ જાગૃતિ બતાવી એક નવો કિર્તીમાન સાબિત કર્યો

ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી નિર્ણયને તમામ મોરચે સાચા અને શુભ સાબિત કરવા આજે દૂધસાગર ડેરીના હજારો કર્મચારીઓ વહેલી સવારથી જ કામે લાગી ગયા હતા. જેમાં દૂધસાગર ડેરી સાથે સંકળાયેલી 1400 ગામડાઓની દૂધ મંડળીઓ ઉપરાંત વિવિધ શીતકેન્દ્રો અને અન્ય ઉત્પાદન સ્થળો ઉપર એક સાથે આર્યુવેદિક ઉકાળાના વિતરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આજે 6 લાખ લોકોએ ઉકાળાનો લાભ લઇને પોતાની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટેની જાગૃતિ બતાવી એક નવો કિર્તીમાન સાબિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...