ફફડાટ:દૂધસાગર ડેરીના વહીવટદાર નિમાતાં 25 કર્મીઓની બદલી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘીમાં ભેળસેળ બાદ ડેરીમાં મુકાયેલા વહીવટદારે આંતરિક બદલીનો કોરડો વીંઝતાં કર્મીમાં ફફડાટ

દૂધ સાગર ડેરીમાં ઘીમાં ભેળસેળ નો મામલો બહાર આવ્યા બાદ વિવિધ ગેરરીતિઓ ને લઈને શાસનમાં વહીવટદાર મૂકી દેવાયા છે અને તેમના દ્વારા વહીવટી કારણોસર ડેરીમાં અલગ-અલગ વિભાગના 25 કર્મચારીઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા હલચલ મચી જવા પામી છે.

ડેરીમાં ઘીમાં ભેળસેળ પ્રકરણમાં વાઇસ ચેરમેન સહિત ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.આ દરમિયાન ડેરીમાં વહીવટદાર શાસન પણ લાદી દેવામાં આવેલું છે.જેમાં તાજેતરમાં વહીવટદાર વાય.એસ બલોચ દ્વારા સી.એસ વિભાગ,ચિલિંગ સેન્ટરના સુપરવાઇઝર સહિતના મહત્વના વિભાગોને આવરી લઈને 25 જેટલા કર્મીઓની વહીવટી કારણોસર બદલી કરી દેવાાઈ છે અને તેમની જગ્યાએ અન્ય વિભાગના કર્મચારીઓને મૂકી દેવાયા છે.જેને લઈ કર્મીઓ માં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...