તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બુટાપાલડીમાં તળાવમાં ડૂબતાં, પાંચોટમાં કરંટથી યુવકનું મોત

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા પંથકમાં અકસ્માતમાં 2 લોકોના જીવ ગયા
 • બંને બનાવોમાં તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

મહેસાણા તાલુકામાં છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જેમાં પાંચોટના વ્યક્તિનું કરંટ લાગવાથી જ્યારે બુટાપાલડીમાં તળાવમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. મહેસાણા તાલુકા પોલીસે બંને વ્યક્તિઓના મોતને લઇ અકસ્માતે મોતની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.બનાવને લઇ પંથકમાં ચકચાર મચી છે.

તાલુકામાં છેલ્લા 2 દિવસમાં અલગ-અલગ બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પ્રથમ બનાવ મુજબ, પાંચોટ ગામના પરમાર વિનોદકુમાર છગનલાલ ગત તા.24 ને સાંજે ચારેક વાગ્યાની આસપાસ દેદિયાસણની એક ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને વીજ કરંટ લાગતાં તેમનું મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં બુટાપાલડી ગામના બાલસંગજી ઠાકોરનું ગત તા.25 ને બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ ગામના તળાવમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ બંને બનાવોને લઇ મહેસાણા તાલુકા પોલીસે અલગ-અલગ અકસ્માતે મોતની નોંધ લઇ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો