તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટ:મહેસાણા જિલ્લામાં વરસાદ ખેચાતા દુષ્કાળના ડાકલા, ઉભો પાક સુકાઇ જતા જગતનો તાત ચિંતામાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ન હોવાથી કપાસમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ સિઝનમાં વરસાદ ખેચાતા જળ સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. પૂરતો વરસાદ ન આવતાં ખેડૂતોના ઉભા પાક બળવાના આરે છે. જેથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

જિલ્લામાં અગાઉ થોડો વરસાદ આવતાં ખેડૂતોએ કપાસ, એરંડા, મગફળી, અડદ, ગવાર જેવા પાકોની વાવણી કરી હતી, પરંતુ કુદરત ઉપર આધાર રાખનાર ખેડુત વરસાદ નહી આવતા ઘણો લાચાર બન્યો છે. વરસાદ નહી હોવાથી કપાસમાં જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના કારણે પાક સુકાવા પડ્યો છે.

બીજી તરફ શાકભાજીના ભાવો પણ ખેડુત મળતા નથી. જ્યારે શાકભાજીની ખરીદી કરતા વેપારીઓને ઘી કેળા છે એક તરફ ખેડુત પીડાય રહ્યો છે તો બીજી તરફ આમ જનતા શાકભાજીના ઊંચા ભાવ આપીને રીબાઈ રહી છે. કુદરત સામે ખેડુત લાચાર છે તો તકસાધુ સામે જનતા લાચાર છે.

ખેડુતોના જણાવ્યા મુજબ ખરીફ પાક હાલમાં વરસાદ ખેંચાઈ જવાથી સુકાઈ રહ્યા છે. જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, વરસાદ આવે અને પાકોને થઇ રહેલું નુકશાન અટકે તે માટે વરસાદ આવવાની ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...