તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહેસાણા વાઇડ એંગલથી 3 સોસા.નો રોડ તૂટી જતાં વાહન ચાલકો પરેશાન

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભિનવ બંગ્લોઝ, રાધે કુંજ બંગ્લોઝ, બાલાજી સ્ટેટસના રહીશો ત્રસ્ત

મહેસાણા હાઇવે નાગલપુર વાઇડ એન્ગલ સિનેમાથી અભિનવ બંગ્લોઝ, રાધેકુંજ બંગ્લોઝ, બાલાજી સ્ટેટસ એમ ત્રણ સોસાયટીના રહીશોને આવનજાવન માટેનો રસ્તો છેલ્લા છ મહિનાથી ખાડા સર્જાયેલા હોઇ વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.

ચોમાસામાં સહેજ વરસાદમાં પાણી ભરાઇ રહેતાં વાહનો પટકાઇને પસાર થવામાં પલ્ટી ખાઇ જવાના બનાવો બનતા હોય છે.વિસ્તારના રહિશોએ કહ્યુ કે, એક તો રાત્રે સર્કલ પોઇન્ટમાં અંધારપટ્ટ હોય છે. એવામાં ખાડાખૈયાવાળા રોડમાંથી પસાર થવામાં હાલાકીઓ સર્જાઇ રહી છે ત્યારે સત્વરે રોડ મરામત કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...