હિટ એન્ડ રન:ગોઝારિયા-મહેસાણા હાઈવે પર બેફામ દોડતી કારના ચાલકે અન્ય કારને ટક્કર મારી, કારમાં સવાર ચાલકનો બચાવ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ગોઝારીયા હાઇવે પર પસાર થઈ રહેલ ગાડીને ગોઝારીયા બાજુથી પુરઝડપે આવતી અન્ય ગાડીને આગળ જતી ગાડીને ધડાકાભેર ટકકર મારી ગાડી ચાલક ગાડી લઈ ફરાર થઇ ગયો હતો.તેમજ અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ ગાડીની નંબર પ્લેટ રોડ પર પડી જતા ફરિયાદીએ નંબર આધારે ટક્કર મારનાર ગાડી ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના ખેરવા રહેતા નગીનભાઈ પરમાર પોતાની GJ 02 CA 5326 નંબરની ગાડી લઈ મહેસાણા આવવા નીકળ્યા એ દરમિયાન મહેસાણા ગોઝારીયા રોડ પર વૃંદાવન સોસાયટી પાસે આવતા ગોઝારીયા બાજુથી આવતી ક્રેટા ગાડીએ ફરિયાદીની ગાડીને પાછળથી ટક્કર મારી ગાડીચાલક ફરાર થઈ ગયો હતો.ફરિયાદીએ ગાડી સાઈડમાં કરી જોતા રોડ પર અકસ્માત સર્જી ફરાર થયેલ ગાડીની નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં GJ2CP9370 નંબર લખેલ હતો જેના આધારે ફરિયાદીએ ગાડી ચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.તેમજ અકસ્માતમાં ફરિયાદીની ગાડીને 50 હજાર નું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...