અકસ્માત:અલોડા પાટિયા પાસે લોડિંગ રિક્ષા પલટતાં ચાલકનું મોત

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-ચાણસ્મા હાઇવે પર અકસ્માત

વડોદરાથી ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે દર્શનાર્થે જઇ રહેલી લોડિંગ રિક્ષા શુક્રવાર વહેલી સવારે મહેસાણાના અલોડા પાટિયા પાસે પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલકને મહેસાણા સિવિલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

વડોદરામાં રહેતા જ્યંતિભાઇ ભીખાભાઇ દેવીપૂજક ગુરૂવાર બપોરે લોડિંગ રિક્ષા (જીજે 06 અેડબ્લ્યુ 0978) લઇને ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે દર્શન કરવા નીકળ્યા હતા. શુક્રવાર સવારે 2.30 કલાકે તેઓ મહેસાણા-ચાણસ્મા હાઇવે પર અલોડા ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા, ત્યારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...