તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વછ્તા અભિયાન:મહેસાણા શહેરમાં 15 જૂન પહેલા પીવાના પાણીની ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કુલ 40 ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવશે

મહેસાણા શહેરમાં પાલિકાની ટિમ દ્વારા શહેરમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં આવેલી ટાંકીઓની સાફ સફાઈ કરવામાં આવશે. શહેરમાં નાની મોટી એમ કુલ 40 ટાંકીઓ આવેલી છે. જેમાં 15 લાખ લીટરથી લઈને 50 લાખ લીટરની ટાંકીઓ શહેરમાં આવેલી છે. જેની આગામી સમયમાં સાફ સફાઈ કરવામાં આવશે.

50 લાખ લીટરના ટાંકા પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે

શહેરમાં સંપના નાના મોટા 12 ટાંકા આવેલા છે. જેમાં સંપમાં 50 લાખ લીટરના ટાંકા પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે. મહેસાણા શહેરના લોકોને ચોખ્ખું પાણી મળી રહે એ માટે મહેસાણા શહેરના 40 નાના મોટા ટાંકાઓની સફાઈ કરવામાં આવશે. જેમાં મહેસાણા શહેરમાં 15 જૂન પહેલા પાણીના 40 ટાંકાઓની સાફ સફાઈ કરી દેવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...