તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જોટાણા તા.પં.માંથી ચોરાયેલા ચેકની તપાસ ડીઆરડીએ નિયામકને સોંપાઇ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટીડીઓની ખોટી સહી કરીને ચેક વટાવી લેવાયો
 • માર્બલના વેપારીની તપાસ થાય તો સાચી હકિકત ખુલવાની શક્યતા

જોટાણા તાલુકા પંચાયતની તિજોરીમાંથી ચોરી થયેલા 5 ચેકમાંથી એક ચેક બારોબાર અન્યના ખાતામાં જમા થવાના બહુચર્ચિત કેસની તપાસ પોલીસ કરી રહી છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે ડીઆરડીએના નિયામક મેહુલ દવેને તપાસ સોંપી રિપોર્ટ કરવા સૂચના આપતાં આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે. જોટાણા તાલુકા પંચાયતની આઇઆરડી શાખામાં તિજોરીમાંથી 5 ચેક ચોરી થવા મામલે જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ કહ્યું કે, આ કેસમાં સાચી તપાસ અને સાચી હકિકત ખુલે તે માટે ડીઆરડીએ ડાયરેક્ટરને ઇન્કવાયરી સોંપી છે.

જે તપાસ કરીને રિપોર્ટ કરશે. જાણીને નવાઇ લાગશે કે, આ પ્રકરણમાં ચોરી થયેલા 5 ચેક પૈકીનો જે ચેક નંદાસણના વેપારીના બેંક એકાઉન્ટમાં જમા થયો છે તે ચેક પર જોટાણા તાલુકા વિકાસ અધિકારીની આબેહૂબ ખોટી સહી કરીને વટાવ કરાયો હોવાનું ખુલ્યું છે. જે જોતા તાલુકા વિકાસ અધિકારીની સહી કોણ કરે તે પણ તપાસનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો