ડૉ. આંબેડકર જયંતી:મહેસાણા જિલ્લામાં ડૉ. આંબેડકર જયંતીએ સરકારી કર્મચારીઓ આજે પેન્શન બંધારણ અધિકાર દિવસ ઉજવશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે જિલ્લા પંચાયતથી પગપાળા હૈદરીચોક જઇ ડૉ. આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરશે

એનપીએસ નાબૂદ કરી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગણી સાથેની લડતના ભાગરૂપે મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓ ગુરુવારે ર્ડા. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ સવારે જિલ્લા પંચાયત ભવન આગળ એકઠા થશે અને આ દિવસને પેન્શન બંધારણ અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી હૈદરીચોક ખાતે પગપાળા પહોંચી બંધારણના ઘડવૈયાની પ્રતિમાએ પુષ્પાંજલી અર્પણ કરશે.

મહેસાણા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, મહેસુલી કર્મચારીઓ, તલાટીઓ, ગ્રામસેવકો, આઇટીઆઇના કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ સહિત વિવિધ વિભાગના મંડળોના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની માંગમાં લડત કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેમાં વિસ્તારના ધારાસભ્યનો સંપર્ક કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ધારાસભ્યોને પણ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...