મહેસાણા કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના નવા 258 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો એક હજારને પાર

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારોમાં 153 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 105 કેસ નોંધાયા
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 258 કેસ નોંધાયા હતા. જિલ્લામાં માત્ર 19 દિવસમાં જ એક્ટિવ કેસનો આંકડો 1086 સુધી પહોંચી ગયો છે. આજે નવા 258 કેસ પોઝિટિવ આવ્યા છે ત્યારે ગઈકાલે પણ 240 કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચ્યો છે.

જિલ્લામાં સેમ્પલ લેવામાં વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે નવા 5020 સેમ્પલ લેવામાં આવ્યા છે. હજુ પણ 8236 સેમ્પલના પરિણામ પેન્ડિગ છે. આજે 64 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આજે શહેરી વિસ્તારોમાં 153 કેસ ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 105 કેસ નોંધાયા છે.

મહેસાણા સિટીમાં 57 કેસ ગ્રામ્યમાં 19 કેસ, વિસનગર સિટીમાં 42 કેસ ગ્રામ્યમાં 9 કેસ, વડનગર સિટીમાં 7 કેસ ગ્રામ્યમાં 0, ખેરાલુ સિટીમાં 0, સતલાસણા ગ્રામ્યમાં 1, ઊંઝા સિટીમાં 6 કેસ ગ્રામ્યમાં 0, વિજાપુર સિટીમાં 16 અને ગ્રામ્યમાં 29, બેચરાજી ગ્રામ્યમાં 27 કેસ, જોટાણા ગ્રામ્યમાં 3 કેસ, કડી સિટીમાં 25 કેસ ગ્રામ્યમાં 17 કેસ મળી આજે નવા 258 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...