ઉપદેશ:દાન જરૂર કરવું જોઇએ પણ, તેનું ગાન થોડું પણ ન કરીએ : રાજપુણ્યવિજયજી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉપનગર જૈન સંઘમાં મુનિરાજે અકબર-બિરબલના પ્રસંગ દ્વારા દાનનું મહત્વ સમજાવ્યું

ઉપનગર જૈન સંઘ ખાતે ગુરૂવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રી રાજપુણ્યવિજયજી મ.સા.એ કહ્યું હતું કે, અકબર એકવાર રાજસભા ભરીને બેઠેલા છે. ખબર નહીં અચાનક મનમાં શું તુક્કો સુજયો કે, તેમણે જાહેરમાં જ પ્રશ્ન પૂછ્યો કે, બોલ બિરબલ મારા હાથની હથેળીમાં કેમ વાળ નથી ? અકબરનો આવો વિચિત્ર પ્રશ્ન સાંભળીને બધાં દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા કે, આવો તે કેવો પ્રશ્ન ! તો સાથે સાથે બીરબલના પ્રતિસ્પર્ધીઓ ખુશ થઈ ગયા કે, બેટો બરાબર લાગમાં આવ્યો છે.

જો કે બિરબલ તરત ઉભા થઈને જવાબ આપ્યો કે, જહાંપનાહ ! આપની હથેળીમાં એટલા માટે વાળ નથી કે, આપે અત્યાર સુધીની આપની જીંદગીમાં એટલું દાન આપ્યું છે એટલું દાન આપ્યું છે કે, દાન આપતા આપતા આપના હાથ ઘસાઈ ગયા, ક્યાંથી વાળ આવે ? બિરબલે તો જોરદાર જવાબ આપ્યો, દરબારીઓ મોઢામાં આંગળા નાખી ગયા. જો અકબરે તરત બીજો સવાલ પૂછ્યો, બરાબર બિરબલ, પણ મને આ જવાબ આપ કે, તારી હથેળીમાં કેમ વાળ નથી ? બીજો તો એના કરતાં પ્રશ્ન બિરબલે તરત જવાબ આપ્યો, મહારાજ ! તમે મને એટલું બધું દાન આપ્યું કે, એ લેતા લેતા મારા હાથ ઘસાઈ ગયા પછી વાળ ક્યાંથી ઉગે ? દરબારીઓ તો એક બીજાનું મુખ જોવા લાગ્યા કે, આવો અદ્ભૂત જવાબ. પણ અકબરે ય કંઈ ગાંજ્યો જાય તેમ ન હતો. તેણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, હું દાન કરું છું, એટલે વાળ નથી, તું તો લે છે એટલે વાળ નથી. પણ આ સૌ દરબારીઓનાં હાથમાં કેમ વાળ નથી ?

અકબરનાં જોરદાર સવાલથી બીરબલના ઇર્ષાળુઓ ખુશ થઈ ગયા કે, હવે તો ફસાવવાનો જ છે. પણ બિરબલ તરત જવાબ આપ્યો, આપે એટલું બધું દાન મને આપ્યું છે, તે જોઈને આ બધાં જ દરબારીઓ બિરબલ લઈ ગયો અને અમે રહી ગયા આવું બોલતા બોલતા દિવસ-રાત હાથ ઘસે છે. એટલે તેમની હથેળીમાં વાળ નથી. ઇર્ષાળુઓના મોઢાં બિરબલનાં જવાબથી કાળા થઇ ગયા. અત્યારની વિકટ પરિસ્થિતિમાં દાન જરૂર કરીએ પણ ગણપૂર્વક નહીં. પરંતુ મૌન પૂર્વક કરીએ. કેટલાંક લોકો એક રૂપિયાનું દાન કરીને દસ ફોટા ફેરવતા હોય છે. અંતે એક નાનકડી વાત-દાન છપાકર નહી,છુપાકર કરના ચાહીએ.

અન્ય સમાચારો પણ છે...