કેમ્પ:લોહીની જરૂરિયાતને પહોંચી વળવા 70 બોટલ રક્તદાન

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શંખલપુર વિક્ટોરા કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારી પછી લોહીની ઊભી થયેલી ખેંચ અંગે જાણકારી મળતાં જરૂરમંદોને ઉપયોગી થવાના ઉદ્દેશથી ઉદ્યોગપતિ એસ.એસ. બાંગા દ્વારા બહુચરાજીના શંખલપુર સ્થિત વિક્ટોરા ટૂલ એન્જિનિયર્સ કંપનીમાં મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 70 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.

પાટણની રોટરી ક્લબ સંચાલિત એસ.કે. બ્લડ બેંકના શ્રેયાર્થે યોજાયેલા કેમ્પમાં શંખલપુર સરપંચ પરેશ પટેલ, સિવિલ હોસ્પિટલના ડો. મિલાવ પટેલ સહિતે રક્તદાન કરી કંપનીના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે બ્લડ બેંકના ચેરમેન પરેશ પટેલ, સુરપુરા ગામના સરપંચ કમલેશ દેસાઈ, સામાજિક કાર્યકર લાલજી દેસાઈ, પ્લાન્ટ હેડ કે.કે. શર્મા હાજર રહ્યા હતા. રક્તદાતાઓને કંપની દ્બારા મોમેન્ટો ભેટ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...