તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહેસાણાના મોઢેરા રોડ પર ટ્રાફિકમાં અડચણ લારીઓ હટાવતાં દોડધામ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લારીધારકોએ આજીવિકા માટે નગરપાલિકા દોડી આવી રજૂઆત કરી
  • કોર્નરમાં ટ્રાફિક અડચણરૂપ હોઇ સાઇડમાં ઉભા રહેવા પાલિકાએ સુચવ્યું

મહેસાણાના મોઢેરા રોડ થી લકીપાર્ક તરફના રસ્તાની કોર્નરમાં ઉભા રહેતા લારીધારકોને પાલિકાની ટીમ દ્વારા ખદેડી મૂકવામાં આવતાં આજીવીકા માટે લારી લઇ ઉભા રહેવાની અરજ સાથે લારીધારકો નગરપાલિકા દોડી આવ્યા હતા અને અધીકારીને રજુઆત કરી હતી.

લકીપાર્ક પૂજન કોમ્પલેક્ષ રોડ સાઇડ ઉભા રહેતાં સાતેક લારીધારકોને છેલ્લા કેટલાક દિવસોથી સાંજે 4 વાગ્યે શાકભાજી વેચાણનો સમય શરૂ થાય ત્યારે પાલિકાની ટીમ આવીને ખદેડી દેતાં આજીવીકાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. લારીધારકોએ કહ્યુ કે, આખા રોડ સાઇડમાં લારીઓ ઉભી રહે છે પણ અહિયા કોર્નર સાઇડમાં ઉભા ન રહેવા દેતાં અમે રોજગાર કરી શકતા નથી.ત્યારે રહેમરાહે લારી લઇને ઉભા રહેવાની છૂટ આપવામાં આવે તેવી અરજ કરવામાં આવી હતી.

જોકે નગરપાલિકાના સુત્રોએ કહ્યુ કે, રોડની સાઇડમાં અડચણરૂપ ન હોય ત્યાં લારી લઇને ઉભા રહી શકે છે.કોર્નરમાં વાહન આવનજાવનમાં ટ્રાફીક સર્જાતો હોઇ ત્યાં ન ઉભા રહેવા સુચવાયુ છે.વળી હાલ મોઠેરા અંડરપાસનું કામ ચાલુ હોઇ મોઠેરા રોડ સાઇડથી આવતા વાહનો લકીપાર્કના રહેણાંકના રોડ ઉપર થઇને શિલ્પા ગેરેજના રોડે નિકળતા હોય છે. આવામાં લકીપાર્ક પૂજન કોમ્પલેક્ષ કોર્નરમાં લારીઓ ટ્રાફીકમાં અડચણરૂપ હોઇ કાર્યવાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...