તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈ-પેમેન્ટ:આજથી 7 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોની નોંધણી કરાવી શકાશે

મહેસાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પક્ષકારોએ નોંધણી માટે ઓનલાઇન એપોઇમેન્ટ લેવી પડશે, ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલા દસ્તાવેજની જ નોંધણી થશે

મહેસાણા જિલ્લામાં ઞ્રામ્ય સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ થયા પછી બુધવારથી મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર, વડનગર, ખેરાલુ અને ઊંઝાની સબ રજિસ્ટ્રાર કચેરીઓ શરતોને આધિન શરૂ થનાર છે. જેમાં પક્ષકારોએ દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત રહેશે. ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થશે. દસ્તાવેજની નોંધણી માટે સોશિયલ ડિસન્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે અંગુઠાનું નિશાન, બાયોમેટ્રીક પદ્ધતિ અને વીડિયો રેકોર્ડિંગ સહિતની હાલની નોંધણી પ્રથા ચાલુ રાખવાની રહેશે. જે વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએથી કર્ફ્યુ, કન્ટેન્ટમેન્ટ જાહેર કરેલ હોય તેવા વિસ્તારોમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ રાખવાની રહેશે. કચેરીઓને સેનેટાઇઝ કરવા માટે સ્થાનિક તંત્રને જણાવી ફ્યુમીગેશન, થર્મલ સ્કેનિંગ કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે તેમ નોંધણી નિરીક્ષક એન.એસ. પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો