તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ શરૂ કરાયાં

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાંથી 794 જેટલા ઉમેદવારોએ વેરિફિકેશન માટે મહેસાણા સેન્ટરની ઓનલાઇન પસંદગી કરી

ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં રાજ્યના વિવિધ સેન્ટરોમાં ગુરુવારથી ઉમેદવારોની લાયકાતના અસલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં રાજ્યમાંથી 794 જેટલા ઉમેદવારોએ વેરિફિકેશન માટે મહેસાણા સેન્ટરની ઓનલાઇન પસંદગી કરી હોઇ ટી.જે.હાઇસ્કૂલમાં ગુરુવારથી ચાર દિવસીય કેમ્પ શરૂ કરાયો હતો.

હવે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં ભરતીનો દૌર શરૂ કરાયો છે. મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.એ.કે.મોઢ સહિત શૈક્ષણિક સ્ટાફ ભરતી પંસદગી સમિતિ દ્વારા ગુરુવારે ટી.જે હાઇસ્કૂલ સેન્ટરમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેમ્પની શરૂઆત કરાઇ હતી.સેન્ટર ખાતે તા. 10 થી શરૂ થયેલ કેમ્પ તા. 13મી સુધી ચાલશે.જેમાં રોજ 240 જેટલા ઉમેદવારો તેમની શૈક્ષણીક લાયકાતના ડોક્યુમેન્ટનું વેરીફીકેશન કરાવશે.પ્રથમ દિવસે 240 પૈકી 210 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેમ્પમાં હાજર રહ્યા હતા,જ્યારે 30 ગેરહાજર રહ્યા હતા.

ગેરહાજર ઉમેદવારોનો ડી.ઓની ટીમ દ્વારા ટેલીફોનીક સંપર્ક કરી વેરીફીકેશન માટે જાણ કરાઇ હતી.ડોક્યુમેન્ટ વેરીફીકેશન પછી રાજ્યનો શિક્ષણ વિભાગ પ્રોવિઝનલ મેરીટ યાદી બહાર પાડશે, વાંધા સુચનો વગેરે પ્રક્રિયા પછી ફાઇનલ મેરીય યાદી આવશે આ પ્રક્રિયાના અંતે જેતે શાળામાં મેરીટબેઝ ઉમેદવારોને નિયુક્તિ માટેના ભલામણપત્ર એનાયત કરાશે.જિલ્લામાં ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં વિવિધ વિષયોના કુલ 169 શિક્ષકોની જગ્યા ખાલી છે.જેમાં સૌથી વધુ ગણિત/વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની જગ્યા ખાલી છે.જિલ્લામાં વર્ષો પછી ગ્રાન્ટ ઇન શાળાઓને શિક્ષણ સહાયકો મળશે.

અન્ય સમાચારો પણ છે...