તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિસનગરના તબીબોએ 12 મુદ્દાઓને લઈને ધારાસભ્યને રજૂઆત કરી, મુશ્કેલીઓ જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી કનડગત, યોગ્ય પોસ્ટિંગ, ફૂલ પગાર જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલને સ્થાનિક ડૉકટરોએ પોતાના પ્રશ્નોને લઈને અવેદન પત્ર આપ્યું છે. જેમાં ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશન દ્વારા 12 મુદ્દાઓને લઈને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં પે ગ્રેડ, સાતમા પગાર પંચ, ખોટી કનડગત, યોગ્ય પોસ્ટિંગ, ફૂલ પગાર જેવા 12 જેટલા મુદ્દાઓને લઈને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

ડોક્ટરોના પડતર પ્રશ્નો અંગે સરકારમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા ઇનસર્વિસ તબીબોના લાભો અને તેમના હીતકાર્યો માટે ગુજરાત ઇનસર્વિસ ડોકટર એસોસિએશન કાર્યરત રહ્યું છે. ત્યારે વર્ષ 2013 થી ઇનસર્વિસ તબીબો તરીકે સરકારમાં ફરજ બજાવતા ડોક્ટરોના પડતર પ્રશ્નો અંગે સરકારમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ના આવતા માત્ર સમાધાન બેઠકો થકી માત્ર આશ્વાસન મળતું આવ્યું છે.

તબીબોને એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે

અંતે ઇનસર્વિસ તબીબ સંઘઠન દ્વારા પોતાની માંગણીઓના 12 જેટલા મુદ્દાઓને લઈ વિસનગર ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તબીબો દ્વારા કોરોના જેવી મહામારી સમયે જીવન જોખમે પોતાની ફરજ બજાવતા કામગીરી કરવામાં આવી છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ તબીબોને એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે. ત્યારે આ તબીબોના પડતર પ્રશ્નોનો યોગ્ય અને ઝડપી નિકાલ આવે તેવી માંગ ગુજરાત ઇનસર્વિસ ડોકટર એસોસિએશન દ્વારા કરવા આવી છે.

અન્ય સમાચારો પણ છે...