સિદ્ધિ:નાશિક આઇએમએના ઓલમ્પિક્સમાં મહેસાણાના ડોક્ટરોને 6 મેડલ મળ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં નાશિક ખાતે યોજાયેલા ઓલ ઇન્ડિયા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ઓલમ્પિક્સમાં મહેસાણાના ડોક્ટરોએ વિવિધ રમતોમાં 6 મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી મહેસાણાનો ડંકો વગાડ્યો હતો. ચાર દિવસની ઓલમ્પિક્સની રમતોમાં 1000થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો હતો. જેમાં મહેસાણાના 6 ડોક્ટરો જોડાયા હતા.

જેમાં ર્ડા. નિર્ભય દેસાઇએ 50 કિલોમીટર સાયકલ રેસમાં ગોલ્ડ મેડલ, હાફ મેરેથોનમાં સિલ્વર અને સ્વિમિંગ 40 મીટર બેક સ્ટ્રોકમાં બ્રોન્ઝ એમ 3 મેડલ મેળવ્યા હતા. જ્યારે ર્ડા. મુકેશ ચૌધરીએ 100 મીટર રનિંગમાં સિલ્વર અને 200 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને ર્ડા. નિરવ ત્રિવેદીએ લોન ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ર્ડા. ઉપેન્દ્ર વસાવડા, ર્ડા. હરીશ ત્રિવેદી , ર્ડા.આકાશ પટેલે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...