તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોશની થી સજ્જ:દિવાળીએ રોશનીથી ઝળહળી ઊઠ્યું મહેસાણા, દુકાનો, ઓફિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષનો રંગેબેરંગી રોશનીઓથી ઝળહળી ઊઠ્યાં છે.

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દીપોના તહેવાર દિવાળીને લઇ મહેસાણા શહેરમાં શનિવારે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આખું શહેર નવોઢાની જેમ સજ્યું ધજ્યું હોય તેમ રંગબેરંગી રોશની અને દીવડાંથી ઝગમગી ઊઠ્યું હતું. આકારી તારલા જાણે જમીન પર ઉતરી આવ્યા હોય તેવો માહોલ રચાયો હતો. નવા વર્ષને આવકારવા શહેરીજનોએ ઘરમાં રોશની કરી હતી.

ફ્લેટ, શેરીઓ, સોસાયટીઓ, દુકાનો, ઓફિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષનો રંગેબેરંગી રોશનીઓથી ઝળહળી ઊઠ્યાં છે. જુદા જુદા રંગની લાઇટિંગ અને દીપમાળાને લઈ શહેર ઝગમગતું થયું છે. આ રોશનીથી શહેર જાણે મેઘધનુષ્યના રંગોની ચાદર ઓઢી હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતું.

બહુચર મૈયાને આજે સોનાની થાળીમાં રાજભોગ

શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરમાં રવિવારે દિવાળી અને સોમવારે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવશે. દિવાળી નિમિત્તે ગાયકવાડ મહારાજા સમયથી ચાલી આવતી પરંપરા મુજબ બહુચર માતાજીને સોનાની થાળીમાં રોજભોગ ધરાવાશે. કોરોના સંક્રમણ થતું અટકાવવા દર્શન ખુલ્લુ રહેશે.

વેપારીઓએ ચોપડા પૂજન કર્યું
મહેસાણા શહેરમાં દિવાળીના પર્વ નિમિત્તે શનિવારે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં પેઢીઓ પર વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ચોપડા લાવીને તેનું પૂજન કરી નવા વર્ષે વેપાર ધંધામાં સારી આવક અને ફાયદો રહે તે માટે પ્રાર્થના કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો