તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:દિવાળીના તહેવારોને લઇ ઊંઝા, બહુચરાજી, વડનગરના મંદિરોમાં રોશનીનો ઝગમગાટ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઊંઝા - Divya Bhaskar
ઊંઝા

કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી ધનતેરસે કમળ આસન પર બિરાજમાન થાય છે.સમગ્ર કડવા પાટીદાર સમાજ વહેલી સવારથી મા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા.કાળી ચૌદશે મહાકાલી સ્વરૂપ ખુલ્લા કેશ ધારણ કરી સિંહ ઉપર સવારી કરે છે.દિપોત્સવી પર્વે નિજ મંદિર ને સુવર્ણ રોશનીથી ઝગમગીત કરાયું છે.

વડનગર
ઐતિહાસિક નગરી વડનગરમાં દીપાવલીના પાવન અવસરે તહેવારમાં ગુરુવારે રાત્રેથી મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર સંકુલ રોશની શણગારથી દિપોયમાન થઇ ઉઠ્યું હતું.

બહુચરાજી
બહુચરાજી સ્થિત બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીનું મંદિર દિપાવલીના તહેવારોને લઇ કરાયેલી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા માઇમંદિરને કરાયેલી આકર્ષક રોશનીથી દિવ્ય માહોલ રચાય છે. આ વર્ષે દીપમાળને પણ 1008 દીવડાથી સજાવાયો છે. સમગ્ર મંદિર પરિસર દૈદિપ્યમાન બની ઝગમગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો