તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દિવ્યાંગ પિતાએ દહેજના 2 લાખ નહીં આપતાં પુત્રીને ઘરમાંથી તગેડી મૂકી

મહેસાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાલિયાસણની યુવતીએ પતિ, સાસુ,સસરા સામે ફરિયાદ નોંધાવી

મહેસાણાના બાલિયાસણ ગામના 22 વર્ષીય જ્યોતીકાબેન પરમારનાં લગ્ન 6 મહિના અગાઉ અમદાવાદના ધિરજ નરેન્દ્રભાઇ પરમાર સાથે થયાં હતાં. 2 મહિના બાદ સાસુ- સસરાએ લગ્ન વખતે કરિયાવરમાં કંઇ આપ્યું નથી માટે રૂ.2 લાખ લઇ આવ તેમ કહી ત્રાસ આપતા હતા. પગે વિકલાંગ હોવા છતાં મજૂરીકામ કરીને પરિવાર ચલાવતા પિતા દહેજ નહીં આપી શકે તેમ કહેતાં યુવતીને વારંવાર ઘરમાંથી કાઢી મૂકવામાં આવતી હતી.

બે મહિના પહેલાં પિયર રહેતી યુવતી અને પરિવારને મળવા એક કંપનીમાં બોલાવનાર તેણીના સાસુ-સસરાએ તું મારા દીકરાને ગમતી નથી તેમ છતાં તું તારા પિતાના ઘરેથી 2 લાખ લઇ આવે તો તને અમો લઇ જવા તૈયાર છીએ તેમ કહ્યું હતું. જોકે, વિકલાંગ પિતાએ રૂ. 2 લાખની વ્યવસ્થા થઇ શકે તેમ નથી તેમ કહેતાં જ તેમણે તેડી જવાનો ઇન્કાર કર્યો હતો. મહિલાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પતિ ધિરજ નરેન્દ્રભાઇ પરમાર, સસરા નરેન્દ્રભાઇ પરમાર અને સાસુ ભારતીબેન પરમાર સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો