માર્ગદર્શન:ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મીએ સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્ય સરકારની નવી પહેલના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેરણાથી જિલ્લા- તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 30 મેના રોજ મહેસાણા ખાતે સાર્વજનિક વિદ્યાલયના કમળાબા હોલમાં યોજાશે. જ્યારે તા.3,4 અને 6 જૂને તાલુકા મથકે કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમો સવારે 10 થી 12 સુધીનો રહેશે.

20 મિનિટ સ્થાનિક તજજ્ઞનું વક્તવ્ય તથા 75 મિનિટ વિવિધ વિદ્યાશાખાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે. 10 મિનિટ પ્રશ્નોત્તરી થશે. શિક્ષણાધિકારીની કચેરીના સંકલનમાં સરકારી ITI કોલેજ, સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રોજગાર અધિકારીની કચેરી, સરકારી મેડિકલ કોલેજ તેમજ ખેતીવાડી, પશુપાલન સહિત કચેરીઓ સહયોગી થશે.9 થી 12ના છાત્રો અને વાલીઓને કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

તાલુકા કક્ષાના માર્ગદર્શન કાર્યક્રમ

તારીખસ્થળ
3 જૂન

ઊંઝા જી.મ. કન્યા વિદ્યાલય, ઊંઝા

3 જૂન

નૂતન સર્વ વિદ્યાલય, વિસનગર

3 જૂન

મેનાબા જી.જે.પટેલ હાઈસ્કૂલ, ખેરાલુ

4 જૂન

મેડિકલ કોલેજ, વડનગર

4 જૂન

રત્નમણી હાઈસ્કૂલ, બહુચરાજી

4 જૂન

જાનકી વિદ્યાલય, જોટાણા

5 જૂન

કે.એમ.કોઠારી હાઈસ્કૂલ, સતલાસણા

5 જૂન

આશ સેકન્ડરી સ્કૂલ, વિજાપુર

5 જૂન

આર.એન.શાહ રંગવાલા હાઈસ્કૂલ, કડી

અન્ય સમાચારો પણ છે...