વડનગરમાં એક જ મહિનામાં સ્થાનિક પોલીસની જાણ બહાર બહારની પોલીસે રેડ કરી દારૂ અને જુગાર પકડતાં સ્થાનિક પોલીસની નિષ્કાળજી છતી થતાં જિલ્લા પોલીસ વડાએ વડનગર પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.આ અગાઉ પણ બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા હતા.
વડનગરમાં હવે ટુરિસ્ટોની સંખ્યા વધી રહી છે,ત્યારે શહેરમાં ચાલતા દારૂ-જુગાર સહિત બદીને સદંતર નાબૂદ કરવા થયેલી રજૂઆત બાદ સ્થાનિક પોલીસ, એલસીબી તેમજ બહારની એજન્સીઓ પણ સતર્ક બની છે.ગત મહિનામાં વડનગરમાં વિજીલન્સની ટીમે રેડ કરી મોટી માત્રામાં દારુ ઝડપ્યો હતો.તેમજ એલસીબીએ પણ બે વખત રેડ કરી જુગાર ઝડપ્યો હતો.આથી સ્થાનિક પોલીસની નિષ્કાળજી છતી થઇ હતી.તપાસને અંતે એસ પી ડો.પાર્થરાજ ગોહિલે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે. વડનગરમાં જિલ્લા પોલીસ વડાએ ટૂંક સમયમાં પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.
પોલીસકર્મીઓને પાણીચું
1.ભરતભાઈ સેંધાભાઈ
2.રમેશભાઈ પ્રહલાદભાઈ
3.કુલદીપસિંહ વિજયસિંહ
એક મહિનામાં બે વાર બહારની પોલીસે રેડ કરી
આ અંગે એસ પી ડો.પાર્થરાજ ગોહિલે જણાવ્યું હતુ કે ક મહિનામાં વિજીલન્સ અને એલસીબીએ રેડ કરી દારૂ અને જુગાર ઝડપી લીધો હતો.આથી સ્થાનિક પોલીસની નિષ્કાળજી બહાર આવતાં ત્રણેયને સસ્પેન્ડ કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.