સર્વાનુમત્તે મંજૂર:આઝાદી કા અમૃત મહોત્સવમાં દિલ્હી ગયેલા પદાધિકારીઓનો રૂ.92000 ખર્ચ જિલ્લા પંચાયતમાં પડશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ખર્ચને સર્વાનુમતે મંજૂરી અપાઇ
  • 5.36 લાખના 8 કામો અને ​​​​​​​બજેટના 13 કામ માટે રૂ.2.15 કરોડ મંજૂર કરાયા

મહેસાણા જિલ્લા પંચાયત ખાતે સોમવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં રૂ.5.36 લાખના 8 કામો સર્વાનુમત્તે મંજૂર કરાયા હતા. જ્યારે વર્ષ-2022-23ના બજેટમાં રજૂ કરેલા 13 વિકાસ કામો માટે રૂ.2.15 કરોડ ખર્ચ કરવા મંજૂરી અપાઇ હતી. આ સાથે આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લેવા દિલ્હી ગયેલા પદાધિકારીઓનો રૂ.92 હજાર ઉપરાંતનો ખર્ચ મંજૂર કરાયો હતો.

કારોબારી સમિતિના ચેરમેન હરિભાઇ પટેલ અને ડીડીઓ ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી બેઠકમાં રૂ.5,36,453ના 8 કામો મંજૂર કરાયા હતા. જેમાં લીફ્ટની મરામત માટે રૂ.35813, વોટર કુલરના મરામત માટે રૂ.13700, અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીની સફાઇ માટે રૂ.17 હજાર, કોમ્યુનિટી હોલમાં ફર્નિચર માટે રૂ.47200 અને બોર્ડ માટે રૂ.30300, સરપંચોની તાલીમ માટે રૂ.1 લાખ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ માટે દિલ્હી ગયેલા પદાધિકારીઓના ખર્ચ માટે રૂ.92440 મંજૂર કરાયા હતા. આ સાથે અધ્યક્ષ સ્થાનેથી અનુ. જાતિ કલ્યાણની યોજનાઓના પ્રચાર-પસાર માટે રૂ.2 લાખની મંજૂરી અપાઇ હતી.

બેઠકમાં વર્ષ 2022-23ના બજેટમાં રજૂ કરાયેલા શિક્ષણ વિભાગના 13 કામો માટે રૂ.2,15,25,000ના ખર્ચની પણ મંજૂરી અપાઇ હતી. જેમાં જરૂરમંદ બાળકોને ગણવેશ સહાય, સેનેટરી નેપકીન, પ્રવાસી શિક્ષક, વાંચનાલયમાં પુસ્તકો-સીડીઓ, શાળામાં સફાઇ ખર્ચ, પાલિકા વિસ્તારની શાળાઓનું આધુનિકરણ, પ્રાથમિક શિક્ષણ માટે સંશોધન, સ્કાઉટ ગાઇડ, એક્સ્પોઝર વિઝિટ, સંગીત અને રમત-ગમતનાં સાધનો તેમજ કન્ટીજન્ટી ખર્ચનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...