સ્પર્ધા:ખેલ મહાકુંભમાં 4 થી 12 મે દરમિયાન જિલ્લા કક્ષાની સ્પર્ધા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેલ મહાકુંભ અંતર્ગત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનાર તમામ ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધાનો બીજો તબક્કો 4 મેથી 12 મે દરમિયાન યોજાનાર છે. સ્પર્ધાનો કાર્યક્રમ https://khelmahakumbh. gujarat.gov.in/ download- district- circularની લીંક પર મુકાયો છે.

ભાગ લેનાર તમામ ખેલાડીઓએ વેબસાઇટ પર જિલ્લો પસંદ કરી લીંક ખોલવાની રહેશે. જેમાં આપેલ કાર્યક્રમમાં સ્થળ અને તારીખ મુજબ સવારે 7 કલાકે હાજર રહેવાનું રહેશે. ભાગ લેનાર તમામ ખેલાડીઓ, ટીમોએ સ્પર્ધાના સ્થળે સમયસર પહોંચવાનું રહેશે. વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહેસાણા ફોન નંબર 02762- 222 602 ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...