ભરતીની પ્રક્રિયા શરૂ:જિલ્લા ગ્રામ રક્ષક દળના 285 જવાનોની ભરતીની પ્રક્રિયા શરૂ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે 799 ઉમેદવારોનો ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાયો, 10 દિવસમાં પૂર્ણ કરાશે

મહેસાણા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ (જીઆરડી)ના 285 જવાનોની જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 799 ઉમેદવારોનો ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. બે દિવસમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ કરીને મેરીટ જાહેર કરાયા બાદ 30 નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ.

પોલીસ હેડ ક્વાર્ટરના આરએસઆઈ વી.એમ.પટેલે જણાવ્યુ હતુ કે, જીઆરડી જવાનોની ભરતી પ્રક્રિયા અંતર્ગત 1089 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી 799 ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ કરાઈ હતી. જેમાં 588 જેટલા ઉમેદવારો પાસ અને 211 ઉમેદવારો નાપાસ થયા છે.

પાસ થયેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરીને મેરીટ જાહેર કરાશે. ત્યારબાદ ઈન્ટર્વ્યુ કરીને 30 નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રીયા પૂર્ણ કરીને 1 ડિસેમ્બરે ઓર્ડર આપવાનું આયોજન કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લામાં 285 જીઆરડી જવાનો પૈકી 170 મહિલા અને 115 પુરૂષોની ભરતી કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...