ગર્ભ પરીક્ષણ કરતા તબીબોની ખેર નહિ:મહેસાણામાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા તબીબો સામે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના તપાસના આદેશ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસને મળેલી ફરિયાદના પગલે હુકમ કરાયો
  • 10 તાલુકામાં આરોગ્ય અધિકારીઓને તપાસ કરી અહેવાલ સોંપવા મૌખિક હુકમ કરાયો

મહેસાણા જિલ્લામાં કેટલાક તબીબો દ્વારા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરાતું હોવાની જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાં જ અધિકારીએ હાલમાં આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જેમાં જિલ્લાના 10 તાલુકામાં આરોગ્ય અધિકારીઓને તપાસ કરી અહેવાલ સોંપવા મૌખિક હુકમ કરી દેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાની રજૂઆત એક જાગૃત નાગરિકે મહેસાણા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુ પટેલને કરવામાં આવી છે. આ ફરિયાદના પગલે આરોગ્ય અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને જિલ્લાના 10 તાલુકામાં આરોગ્ય અધિકારીઓને તપાસ કરવા અંગે સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત તેનો તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કરવામાં આવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના મૌખિક હુકમ બાદ તાલુકા આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જો કે હાલમાં મહેસાણા જિલ્લામાં પરવાનગી વાળા 167થી વધુ સોનિગ્રાફી મશીન છે. જે આરોગ્ય તંત્ર દ્વારા મંજૂરી અપાયેલા હોવાથી જે સોનોગ્રાફી અને MRI મશીન છે તેના દ્વારા તમામ રૂટિન મુજબ તપાસ અને પરીક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...