તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂંક પત્ર:ડિસ્ટ્રિક્ટ બેંકે છૂટા કરાયેલા 35 કર્મચારીને ફરી નિમણૂંક આપી

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં 5 વર્ષ પહેલાં વહીવટદાર શાસન વખતે છૂટા કરાયેલા 42 કર્મચારીઓએ જે-તે વખતે લેબર કોર્ટનો આશરો લીધો હતો. બાદમાં વર્તમાન નિયામક મંડળ દ્વારા કોર્ટરાહે સમાધાનમાં આ કર્મચારીઓને 12 જુલાઈથી નિમણૂંક આપી ફરજમાં પરત લેવાયા છે. 42 પૈકી 35 કર્મચારીઓ હાજર થતાં તેમને નિમણૂંક પત્ર અપાયાં હતાં.

ડિસ્ટ્રિક્ટ બેંકમાં વહીવટદાર શાસન વખતે વર્ષ 2015-16માં 42 કર્મચારીનો પ્રોબેશન પિરિયડ પૂરો થયો હતો, પરંતુ બેંકની બોર્ડ બેઠક ન મળવાના કારણે આ કર્મચારીઓ કાયમી થઈ શક્યા ન હતા, આથી તેમને છુટા કરાયા હતા. જે મામલે કર્મચારીઓએ લેબર કોર્ટનો આશરો લીધો હતો. બેંક મેનેજર બિપીનભાઈ પટેલે કહ્યું કે, વર્તમાન નિયામક મંડળે કોર્ટમાં સમાધાનકારી નિર્ણય લીધો હતો. કર્મચારીઓની નોકરીમાં પરત લેવાની માંગણી પણ હતી. જેમાં કોર્ટરાહે સમાધાનમાં 35 કર્મચારી ફરજ પર હાજર થયા છે. જ્યારે અન્ય 7 કર્મચારી બીજી જગ્યાએ નોકરી લાગી ગયા હોય કે અન્ય કારણોસર આવ્યા નથી, પણ તેમણે કેસ પાછો ખેંચી લીધો છે. ફરી નિયુક્તિ થઈ છે તેમણે પાંચેક વર્ષના પગાર અને એરિયર્સ જતું કરી ફરી ફરજમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...