તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Dist. Out Of The Candidates Contesting Pt. Election, 2 Are Uneducated, 21 Are Not Educated Till Std. 10, 24 Are Highly Educated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:જિ. પં.ની ચૂંટણી લડતાં ઉમેદવારોમાંથી 2 અભણ, 21 તો ધો.10 સુધી ભણ્યા નથી, 24 ઉચ્ચ શિક્ષિત

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ-કોંગ્રેસના 81 પૈકી 18 ઉમેદવારોએ એફીડેવીટમાં પોતાનું એજ્યુકેશન દર્શાવ્યું નથી

મહેસાણા જિલ્લા પંચાયતની 42 પૈકી નંદાસણ બેઠક બિન હરીફ થતાં ભાજપના 41 અને કોંગ્રેસના 40 ઉમેદવારો વચ્ચે મત્તદાન થશે. બંને મોટા પક્ષોના કુલ 81 પૈકી 18 ઉમેદવારો એવા છે કે, તેઓએ એફીડેવીટમાં પોતાનું એજ્યુકેશન દર્શાવ્યું નથી. બાકી રહેતાં 63 પૈકી 24 ઉમેદવારો ધોરણ-12 થી વધુ અભ્યાસ કરેલા છે.

જિલ્લા પંચાયતના ભાજપ-કોંગ્રેસના 81 ઉમેદવારોનું એજ્યુકેશન ચકાસવા ચૂંટણી વિભાગની વેબસાઇટ પરથી એફીડેવીટની ચકાસણી કરાઇ હતી. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના 6 ઉમેદવારો એવા છે કે, તેઓએ એફિડેવીટમાં પોતાનું એજ્યુકેશન દર્શાવ્યું નથી. બાકી રહેતાં 63 ઉમેદવારોમાં 2 અભણ, 8 ઉમેદવારો પ્રાથમિક શિક્ષણ, 13 ઉમેદવારો માધ્યમિક, 16 ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક અને 24 ઉમેદવારો કોલેજથી ઉચ્ચ અભ્યાસ કરેલો છે.

ભાજપમાંથી સૌથી વધુ અભ્યાસ ધરાવતાં ઉમેદવાર જોઇએ તો, સતલાસણા બેઠકના વિરેન્દ્રસિંહ ઝાલા બીએસસી અને એમબીએનો અભ્યાસ તેમજ સુઢીયા બેઠકના ભાવિષાબેન પટેલ માસ્ટર ઓફ એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે. બીજી બાજુ કોંગ્રેસમાં સૌથી વધુ અભ્યાસ ધરાવતા મલેકપુર(ખ) બેઠકના કોંગ્રેસના વિનોદકુમાર ચૌધરીએ બીએસઅસી, બીએડ બાદ ડબલ એમએનો અભ્યાસ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો