તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠક માટે ભરાયેલા 191 ફોર્મની સોમવારે ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ડમી, મેન્ડેટ વગરના અને 2 મેન્ડેટના 78 ફોર્મ રદ કરાયા હતા. જે પૈકી બહુચરાજી, મોઢેરા, કાંસા એનએ અને ગોઠવા બેઠક પર કોંગ્રેસના 2 મેન્ડેટ પૈકી 1-1 મેન્ડેટ રદ કરાયા હતા. મંગળવારે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.જિ.પં.ની બહુચરાજી બેઠક પર કોંગ્રેસમાંથી ભરાયેલા 3 ફોર્મ પૈકી 2ને મેન્ડેટ અપાયું હતું.
જેમાંથી ગીતાબેન દેસાઇના ફોર્મમાં આગળનું મેન્ડેટ રદ કરવાનો ઉલ્લેખ હોઇ તેમનું ફોર્મ માન્ય રખાયું હતું. મોઢેરા બેઠક પર 7 પૈકી 4 કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ડબલ મેન્ડેટમાં મહેન્દ્રભાઇ પટેલનું પત્તુ કપાતાંવંદનાબેન પટેલ ચૂંટણી લડશે. તેવી જ રીતે ગોઠવા અને કાંસા એનએમાં કોંગ્રેસના ડબલ મેન્ડેટ રદ કરાયા હતા. ડમી ઉમેદવારો સાથે કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી મેન્ડેટ જાહેર ન કરતાં મેન્ડેટ મળી જશે તેવું માની બેસેલા ઉમેદવારોએ રોષે ભરાયા હતા.
જિલ્લા પંચાયત : ફોર્મ ચકાસણી બાદનું ચિત્ર, હજુ 113 ઉમેદવારો | ||||
તાલુકો | બેઠક | ભરાયા | રદ | મંજૂર |
મહેસાણા | 8 | 42 | 17 | 25 |
કડી | 7 | 22 | 5 | 17 |
બહુચરાજી | 3 | 15 | 7 | 8 |
વિસનગર | 5 | 31 | 19 | 12 |
વિજાપુર | 6 | 24 | 9 | 15 |
ખેરાલુ | 3 | 16 | 7 | 9 |
સતલાસણા | 2 | 8 | 3 | 5 |
વડનગર | 3 | 14 | 5 | 9 |
ઊંઝા | 3 | 10 | 4 | 6 |
જોટાણા | 2 | 9 | 2 | 7 |
કુલ | 42 | 191 | 78 | 113 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.